લોહાણા મહાપરીષદ દ્વારા નિરાધાર વિધવા બહેનોને સહાયના ચેક વિતરણ

મોરબી લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાપરીષદના સહયોગથી તાજેતરમાં જલારામ મંદિરે વિધવા બહેનોને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. અગાઉ નોંધણી થયા મુજબ રઘુવંશી સમાજની ૪૨ વિધવા બહેનોને છેલ્લા ચાર માસથી સહાયના ચેક આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાજેતરમાં ૪૨ નિરાધાર વિધવા બહેનોને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ સહિતના અગ્રણીઓના હસ્તે બહેનોને સહાયરૂપી ચેક આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત નિરાધાર વિધવા બહેનોને રાશનકીટ વિતરણ કરીને નિરાધારનો આધાર બનવાનું સેવાકાર્ય સંસ્થા દ્વારા કરવામાં  આવી રહ્યું છે.

 

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat