મોરબી, માળિયા અને હળવદમાં ચાર સ્થળે રેડ, જુગાર રમતા ૨૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

 

મોરબી, માળિયા અને હળવદ પોલીસે ચાર સ્થળોએ રેડ કરી જુગાર રમતા ૨૧ ઇસમોને ઝડપી લઈને રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

પ્રથમ રેડ મોરબી એ ડીવીઝન પોલીસે કાલિકા પ્લોટ શેરી નં ૪ માં કરી હતી જાહેરમાં જુગાર રમતા વિનોદ ઉર્ફે પેટારો મગનભાઈ કુંઢીયા, ભાવેશ રણછોડભાઈ સાથડીયા, રહેમતઉલ્લા ઈસ્માઈલ ખુરેશી, એઝાજ ઉર્ફે બોદીયો જેનુદીન રૂમી, મુસ્તાક ઉર્ફે મુસો આમદ વાધેર અને કાનજી ઉર્ફે કાનો ધનજી મેર એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૮૦૦ જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દીરાનગર વિસ્તારમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા વિજય રમેશભાઈ પરમાર, અર્જુન રણજીતભાઈ પરમાર અને હરદેવ રમેશભાઈ પરમાર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૪૦૦ જપ્ત કરી છે

 

ત્રીજી રેડ માળિયા (મી.) પોલીસે જુના દેવગઢ ગામમાં રામબાઈ માતાજી મંદિર પાસે શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા મનસુખ મગનભાઈ ગોગર, જયરાજ જીવણભાઈ સવસેટા, રણજીત રામભાઈ પરમાર, હિતેશ ભગવાનભાઈ સવસેટા, બાલુ બાબુભાઈ પરમાર અને લક્ષ્મણ રામભાઈ પરમાર એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી છે ચોથી રેડ હળવદ પોલીસે રાણેકપર ગામે કરી હતી સીમમાં જાહેરમાં જુગાર રમતા અજીત સોમાભાઈ ગોહિલ, અરવિંદ ઘનશ્યામભાઈ ચાવડા, હીરજી લક્ષ્મણભાઈ સરાવાડિયા, દયારામભાઈ ભીખાભાઈ ધારિયા, અશોક નાગજીભાઈ વઢરકીયા અને અમૃત અવચરભાઈ ઓડિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૩૭,૯૦૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.