લાલપર ગામની સીમમાં પાણીની કુંડીમાં ડૂબી જતા યુવાનનું મોત

 

લાલપર ગામની સીમમાં આવેલ સિરામિકના લેબર ક્વાર્ટર પાસે પાણીની કુંડીમાં ન્હાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબીના લાલપર ગામ નજીકની કોરલ સિરામિકમાં રહીને કામ કરતા નીતેશ રાજકુમાર શર્મા નામના યુવાન ગત તા. ૦૩ ના રોજ લેબર ક્વાર્ટર પાસે પાણીની કુંડીમાં ન્હાવા ગયા હત અને કોઈ કારણોસર પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.