ચરાડવા નજીક જીરૂ ચોરી કરનાર ચાર ઝડપાયા, રૂ ૧૨.૭૭ લાખનો મુદામાલ જપ્ત

 

ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર ઇસમોને ઝડપી લીન ચોરીમાં ગયેલ જીરૂ તેમજ બોલેરો ગાડી સહીત ૧૨.૭૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

હળવદના ચરાડવા ગામે રહેતા ઘનશ્યામસિંહ દેવુભાઇ પઢીયાર (ઉ.વ.૫૭) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૫ ના સવારના ૧૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ ચરાડવા ગામની સીમમાં આવેલ ભવાની ઓઈલ મિલ ગોડાઉનમાં જીરૂના બાચકા ભરેલા હોય જ્યાંથી ૧૦૨ બાચકા જીરૂ કુલ ૨૮૦ મણ કીમત રૂ ૧૦,૬૪,૦૦૦ ચોરી કરી કોઈ વાહનમાં ભરી લઇ ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી

 

એલસીબી ટીમે તપાસ ચલાવતા મોરબી-હળવદ રોડ પર આવેલ આઈટીઆઈ સામે જીઇબી સબ સ્ટેશન પાછળ દેવીપુજક ઝુપડા સામે આરોપીઓ હોવાની બાતમી મળતા રેડ કરી હતી અને આરોપીઓ સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનીલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશી વિરમગામીયા અને રાહુલ વિજય દસકીયા એમ ચારને ઝડપી લીધા છે અન્ય આરોપીઓ અરવિંદ ઉર્ફે પતક મુકેશ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાઘજી દેવીપુજક એમ ત્રણ ઇસમોના નામો ખુલ્યા છે

 

એલસીબી ટીમે ચોરીમાં ગયેલ જીરૂના બાચકા નંગ ૯૨ વજન ૨૩૧ મણ કીમત રૂ ૮,૭૭,૮૦૦, બોલેરો મેક્ષી ટ્રક જીજે ૧૭ યુયુ ૫૧૭૫ કીમત રૂ ૪ લાખ અને તાલપત્રી ૧ નંગ સહીત કુલ રૂ ૧૨,૭૭,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી અર્થે આરોપીઓ અને મુદામાલ હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

 

 

Leave A Reply

Your email address will not be published.