ગાંધીધામમાં એન.ડી.પી.એસ. ગુનામાં છ માસથી ફરાર ઇસમ મોરબીથી ઝડપાયો


ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ ગુનામાં સંડોવાયેલ ઇસમ છ માસથી નાસતો ફરતો હતો જેને મોરબી એસઓજી ટીમે વાવડી રોડ પરથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટના ગુનામાં આરોપી રતન મુળજી ચુણા (ઉ.વ.૫૯) રહે હાલ ભાટિયા સોસાયટી વાંકાનેર મૂળ રહે ગાંધીધામ વાળો મોરબીના વાવડી રોડ કે જી એન સોસાયટી પાછળ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે