વાંકાનેરના ગુંદાખડા ગામ નજીક બે બાઈક અથડાતા શાળાએ પરત આવતા સગીરને ઈજા

 

ગુંદાખડા ગામથી સરોડી તરફ જતા રોડ પર ગુંદાખડા ગામની સીમમાં બે બાઈક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં શાળાએથી પરત આવતા ૧૭ વર્ષના સગીરને ગંભીર ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

ચોટીલા તાલુકાના નાળીયેરી ગામના રહેવાસી પ્રભાતભાઈ ભોજાભાઈ રાઠોડે બાઈક જીજે ૩૬ એકે ૩૪૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભત્રીજો જગદીશ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) વાળો બાઈક જીજે ૩૬ એએન ૯૦૨૩ લઈને સરોડી હાઈસ્કૂલ અભ્યાસ માટે ગયો હતો અને સાંજે બાઈક લઈને ઘરે આવવા નીકળ્યો હતો અને ગુંદાખડા ગામ પાસે પહોંચતા સામેથી આવતા બાઈક જીજે ૩૬ એકે ૩૪૩૧ ના ચાલકે ફરિયાદીના ભત્રીજા જગદીશના બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં જગદીશ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા અને શરીરે ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.