ટંકારાના મેધપર ઝાલા ગામે કાકા ભત્રીજાની નિર્મમ હત્યા,પોલીસ તપાસ શરુ

 

ટંકારાના મેઘપર ઝાલા ગામે કાકા ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાની ધટના બનતા ચકચાર મચી જવા પામી છે ધટનાની જાણ થતા  જ ટંકારા પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે તો ગામમાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

 

ટંકારાના મેધપર ઝાલા ગામે રહેતા જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (કાકા) અને હર્ષવર્ધનસિહ દિગ્વિજયસિંહ ઝાલા (ભત્રીજા) પર હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે તો ધટના અંગે જાણ થતા જ ટંકારા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને ગ્રાજજનો પણ એકઠા થયા હતા.હાલમાં બંનેના મૃતદેહને પી એમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં આગેવાનો અને ગ્રામજનોના ટોળા ઊમટી પડ્યા છે તો  ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે મેઘપર ઝાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમજ જમીન માપણી વિવાદમાં હત્યા કરવામ આવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી હતી. તેમજ ટંકારા પોલીસે ધટના અંગે વધુ તપાસ  હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.