મુસાફરોને મોટી રાહત: રાજકોટ–દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન

10 જૂનથી એક મહિના સુધી સપ્તાહમાં 5 દિવસ મળશે વધારાની રેલ સુવિધા

 

રાજકોટ : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન 10 જૂન, 2026થી એક મહિનાના સમયગાળા માટે સપ્તાહમાં 5 દિવસ સંચાલિત કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ થશે.

ટ્રેન નંબર 09533 રાજકોટ–દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ (22 ફેરા)

ટ્રેન નંબર 09533 રાજકોટ–દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાજકોટથી રાત્રે 20.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 01.20 કલાકે દ્વારકા પહોંચશે. આ ટ્રેન 10 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 09534 દ્વારકા–રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ (22 ફેરા)

તે જ રીતે, ટ્રેન નંબર 09534 દ્વારકા–રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દ્વારકાથી વહેલી સવારે 01.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 11 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી સંચાલિત કરવામાં આવશે.

સ્ટોપેજ

આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે.

કોચ રચના

આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 11 કોચ રહેશે, જેમાં 9 જનરલ કોચ તથા 2 લગેજ વાન કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટ્રેનોના સમય, ઠેરાવ અને સંચાલનના દિવસોની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ http://www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.

Leave A Reply

Your email address will not be published.