મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ભાઈ-પિતાને ધમકી આપનારને ૨૦ વર્ષની સખ્ત કેદ

પોક્સો એક્ટની કલમો હેઠળ કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

 

 

મોરબીમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે

કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૭-૦૮-૨૦૨૧ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઈને ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરી શરીર સંબંધ બાંધી ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી

જે કેસ સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેસન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી નીરજભાઈ કારીઆએ કોર્ટમાં ૧૫ મૌખિક પુરાવા અને ૨૯ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી અલ્તાફ યાસીન મોવરને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) અને પોક્સો એક્ટની કલમ ૫ (એલ) ૬ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે અલ્તાફ યાસીન મોવરને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫ હજાર  દંડ  ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને રૂ ૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે ૨૫ જાર શીત કુલ રૂ ૪.૨૫ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે

 

Leave A Reply

Your email address will not be published.