વાંકાનેરના ખાનપર ગામે દીકરી અંગે પૂછપરછ કરવા જતા હુમલો, વૃદ્ધની હત્યા મામલે ફરિયાદ

આઠ ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા પરિવારની દીકરી ઘરે મળતી ના હતી અને અગાઉ ગામના જ યુવક સાથે પકડાઈ હોવાથી યુવકના ઘરે પરિવારના સભ્યો પૂછપરછ અને તપાસ માટે ગયા હતા ત્યારે આઠ ઇસમોએ લાકડી-ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો છે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયા (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ મકવાણા, વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઈ છનાભાઇ મકવાણા, મનસુખભાઈ છનાભાઇ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વિરમભાઇ મનસુખભાઈ મકવાણા અને જેમાભાઇ સોમાભાઈ મકવાણા રહે બધા ખાનપર તા. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ સવારના મોટાભાઈ સુરેશભાઈની દીકરી હેતલ ઘરે હાજર ના હતી અને તપાસ કરતા મળી આવી ના હતી મોટાભાઈ સુરેશભાઈએ આ અંગે જાણ કરતા બધા તેની તપાસ કરતા હતા હેતલ આજથી ચાર માસ પૂર્વે ગામના કિશન દેવા મકવાણા સાથે પકડાઈ હતી જેથી હેતલના બે મહિના પહેલા લગ્ન છુટા કરી નાખ્યા હતા અને ભત્રીજી હેતલને ગામનો કિશન મકવાણા ભગાડી ગયાનું જાણવા મળ્યું હતું

જેથી કિશનના ઘરે બે થી ત્રણ વખત તપાસ કરવા ગયા પરંતુ ઘરે કોઈ હાજર મળી આવ્યું ના હતું અને સવારના દશેક વાગ્યે કિશનના પિતા દેવાભાઈ મકવાણા રસ્તામાં મળતા તેને પૂછતાં કોઈ જવાબ આપ્યો નહિ અને તા. ૦૭ ના રોજ રાત્રીના દશેક વાગ્યે ફરિયાદી તેમજ પિતાજી સગરામભાઈ સામતભાઈ સરવૈયા, મોટાભાઈ સુરેશભાઈ, મોટા બાપુનો દીકરો ભાઈ ગોરધન સરવૈયા, જેસાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા, મેઘાભાઇ સરવૈયા અને ફુઈના દીકરો ભાઈ રઘાભાઈ ડાભી બધા ના ઘરે ભત્રીજી હેતલ બાબતે પૂછપરછ કરવા ગયા હતા જ્યાં કિશનના પિતા સહિતના આઠ ઇસમોએ બોલાચાલી કરી ગાળો આપી હતી અને લાકડીના ધોકા વડે મારવા લાગ્યા હતા જેમાં દેવાભાઈએ લાકડીનો એક ઘા પિતાજી સગરામભાઈને માથામાં મારતા તે પડી ગયા અને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ અન્યને પણ નાની મોટી ઈજા પહોંચી હતી

પિતાજી સગરામભાઈને વાંકાનેર હોસ્પિટલ લઇ ગયા હતા માથામાં વધુ ઈજા પહોંચતા કાઈ બોલતા ના હતા અને રાજકોટ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં રાજકોટ સારવાર માં મોત થયું હતું આમ ફરિયાદીના ભત્રીજી હેતલ સરવૈયાને ગામનો કિશન મકવાણા ભગાડી લઇ ગયો હોય જે મામલે પરિવારના સભ્યો કિશનના ઘરે પૂછપરછ કરવા જતા આઠેય ઇસમોએ મારામારી કરી ઝઘડો કરી દેવા મકવાણાએ પિતાજી સગરામભાઈને માથામાં ધોકાનો ઘા મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.