મોરબી જીલ્લામાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા બે ઈસમોને એલસીબી ટીમે ઝડપ્યા


માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબના ગુનામાં નાસતા ફરતા બે ઇસમોને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ દ્વારા રેન્જના જીલ્લામાં નાસતા ફરતા આરોપીને તેમજ ચાલુ તપાસના પકડવા ઉપરના બાકી આરોપીને ઝડપી લેવા તા. ૦૧ થી ૧૫ ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી મનસુખ હનાભાઈ ચાવડા રહે ઇન્દિરાનગર મોરબી ૨ વાળાને મોરબી નટરાજ ફાટક પાસેથી ઝડપી લીધો હતો તેમજ આરોપી મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ રહે ભારોલી તા. તળાજા વાળાને ભીમસર ચોકડી માળિયા ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યા છે

