માળિયા ભીમસર ચોકડી પાસે હાર્ટ એટેકથી ટ્રક ડ્રાઈવરનું મોત


ભીમસર ચોકડી પાસે આવેલ હોટેલ ખાતે ચાપાણી પીવા રોકાયેલા ટ્રક ડ્રાઈવરને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં હાર્ટ એટેકથી મોત થયું હતું
રાજસ્થાનના વતની વિક્રમસિંહ કિશનસિંહ રાવત (ઉ.વ.૪૯) નામના ટ્રક ડ્રાઈવર ગત તા. ૦૬ ના રોજ સાંજે ચારેક વાગ્યે ટ્રક લઈને મુન્દ્રાથી નંદાસર (અમદાવાદ) જવા નીકળ્યો હતો અને તા. ૦૭ ના રોજ સવારના માળિયાની ભીમસર ચોકડી પાસે હોટેલ ખાતે ચા પાણી પીવા રોકાયો હતો હોટેલમાં ઉભા હતા ત્યારે છાતીમાં દુખાવો થતા સારવાર માટે માળિયા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ટ્રક ડ્રાઈવરનું મોત હાર્ટ એટેકથી થયાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે