વાંકાનેરના સમથેરવા ગામમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકાએ પોલીસ તપાસ તેજ

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની ખરાબાની જમીનમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાનના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની ‘સીપરીયાળી’ તરીકે ઓળખાતી ખરાબાની જમીનમાંથી આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મરણ જનાર યુવાનના શરીરના ભાગે છૂટા-છવાયા ઈજાના નિશાન જોવા મળ્યા હોવાથી આ મામલો હત્યાનો હોવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ આ મામલે હત્યા છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.