ભાજપે સરપ્રાઈઝ આપી : મોરબી મહાપાલિકા મેયર તરીકે ઉત્તમ સુરાની, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા


મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે તમામ ૫૨ બેઠકો પર કબજો જમાવ્યા બાદ આજે મેયર અને ડેપ્યુટી મેયર ચુંટણી માટે પ્રથમ બેઠક યોજાઈ હતી અને ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે આ વખતે પણ સૌને ચોકાવતા ક્યાય રેસમાં નામ ના હતા તેવા ચહેરાઓને મેયર અને ડેપ્યુટી મેયર બનાવ્યા છે
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગભાઈ રાણપરાની વરણી થઇ છે તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન જયંતીભાઈ પડસુમ્બીયા, પક્ષના નેતા અર્પીતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિમણુક કરવામાં આવી છે



