

પુ. ગચ્છાધીપતિ આચાર્ય ગુરુદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી, ગુજરાત ગૌરવ ડો. નિરંજન મુનીજી આદિ ઠાણાની નીશ્રામાં શ્રી આરાધનાજી આર્યાજીના સુશિષ્યા તપસ્વિની શ્રી વિજેતાકુમારી આર્યાજી છેલ્લા ૧૫ મહિના થયા અઠ્ઠમતપ (સળંગ ત્રણ ઉપવાસ) ના પારણે અઠ્ઠમતપની કઠીન તપશ્ચર્યા કરે છે તે નિમિતે શ્રી સ્થા. જૈન સંઘ- સોની બજાર મોરબીના આંગણે તા. ૨૮ થી ત્રિવેણી મહોત્સવ શરુ થઇ રહ્યો છે
જેમાં તા. ૨૮ ના રોજ કળશ પચ્ચકખાણ, તા. ૨૯ ના રોજ તપ અભિવંદના, તા. ૩૦ ના રોજ તપસ્વી અનુમોદના તા. ૩૧ ના રોજ રસપાન પૂર્વે ઋષભ વંદના અને શ્રી વિજેતાજી આર્યાજીને તપ તેજસ્વીની ની વિશેષ પદવી અર્પણ કરાશે તેમજ આ સાથે શ્રી આરતી કુમારી આર્યાજીનું પણ વર્ષીતપનું પારણું થશે શ્રી સોની બજાર સંઘના પ્રમુખ નવીનભાઈ દોશીએ જણાવ્યા મુજબ મોરબીની આસપાસના વિહાર ક્ષેત્રોમાં તમામ જૈન સાધુ-સાધ્વીજીઓની સેવા ભક્તિ કરનાર સેવાર્થીઓનું શ્રી સંઘ તરફથી જાહેર સન્માન કરવામાં આવશે
શ્રી વિજેતાજી આર્યાજીએ ૨૬ વર્ષના દીક્ષાપર્યાયમાં સિદ્ધિતપ, ૩૬ ઉપવાસ, માસખમણ, જેવી અનેક તપસ્યા કરેલ છે પોતે વ્યાખ્યાન, નારી શિબિર, પ્રશ્નમંચ આદિનું પણ સુંદર સંચાલન કરે છે.
પુ. શ્રી દમયંતીબાઈ મ.સ. અને શ્રી કલાવતીબાઈ મ.સ.ના સુશિષ્યા શ્રી આરાધનાજી મ.સ. શ્રી કોમલજી મ.સ.(મોટા) અને શ્રી તરલાકુમારી આર્યાજી શ્રી ધૃતિકુમારી આર્યાજી, આદિ લગભગ ૨૬ સંત-સતીજીઓ આ પ્રસંગે પધાર્યા છે
શ્રી સ્થા. જૈન સંઘ સોની બજારના સંઘ રત્ન પ્રમુખ નવીનભાઈ દોશી, સંધ દીપિકા ઉર્મિલા મહેતા , હસમુખ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, કેતન મહેતા આદિ પદાધિકારીઓ ખુબ સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે તા. ૨૮-૨૯-૩૦ ત્રણ દિવસ સમસ્ત મોરબીના ભાવિકો શાંતિ અઠ્ઠમ કરશે જેમાં એકાસણાનો લાભ ધર્મવત્સલા ઉષાબેન કાન્તિલાલ મહેતા હ. સી.એ. રચનાબેન સમીરભાઈ મહેતા મોરબીવાળાએ લીધેલ છે ત્રણ દિવસ સુધી બપોરે ૩ : ૩૦ કલાકે તપસ્યાના ગીતોની સાંજી સાથે મહિલા મંડળો દ્વારા વિજેતાજી આર્યાજીની તપ અનુમોદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરશે આ ત્રિવેણી પ્રસંગે સર્વે ભાવિકોને પધારવા આમંત્રણ છે.



