મોરબી મહાનગરપાલિકાના યુવા મેયરના શિરે કાંટાળો તાજ, શહેરમાં અનેક પ્રશ્નો હજુ વણઉકેલ્યા

 

ભાજપના આંતરિક જુથવાદને પગલે નવા જ ચહેરા પર પક્ષે મહોર લગાવી

મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી નામના યુવા ચહેરા પર પક્ષે પસંદગીની મહોર લગાવી છે અને આજે પ્રથમ મેયર તરીકે તેમની નિમણુક થઇ ચુકી છે જોકે મોરબી શહેર ઓદ્યોગિક નગરી હોવા છતાં અનેક પ્રશ્નો હજુ વણ ઉકેલ્યા છે

મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ અધિકારી શાસનમાં થોડી ઘણી કામગીરી કરવામાં આવી હતી હજુ પણ શહેરના મુખ્ય રોડ રસ્તાની હાલત ખરાબ છે તે ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, ઉભરાતી ગટર સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે તેમજ ચુંટણી પૂર્વે મહાનગરપાલિકામાં અનેક પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યા છે જેમાં રોડ રસ્તા, આઇકોનિક રોડ, નવી લાઈબ્રેરી બનાવવી, કેનાલ બોક્સિંગ કામગીરી સહિતના પ્રોજેક્ટ મંજુર તો કરવામાં આવ્યા છે પરંતુ સમયસર દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરવા મોટો પડકાર બની રહેશે

તે ઉપરાંત મહાનગરપાલિકા તંત્ર દ્વારા સવા વર્ષ કરતા વધુ સમયથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે છતાં મુખ્ય માર્ગો પર દબાણો હટાવ્યા બાદ ફરીથી દબાણો ખડકી દેવામાં આવતી હોવાનું જોવા મળી રહ્યું છે અને ટ્રાફિક સમસ્યા તો વર્ષોથી છે જ. સામાકાંઠે નટરાજ ફાટકે બ્રીજ મંજુર કર્યાને ઘણો સમય વીત્યા બાદ પણ હજુ બ્રિજની કામગીરી અડધી પણ પૂર્ણ થઇ નથી જે સમયસર પૂર્ણ કરાવી શકવાનો પડકાર પણ રહેશે

 

જુથવાદને ફડાકો, નવા જ નામ પર પક્ષે મહોર લગાવી

મોરબી મહાનગરપાલિકા મેયર પદની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી જેમાં ભાજપના બે જૂથ સામસામે આવી ગયા હતા અને ભારે બાકાઝીકી જોવા મળી હતી અને આજે મેયર-ડેપ્યુટી મેયર નામો જાહેર થતા બંને પક્ષને ઝાટકો લાગ્યો હતો જે નામો સૂચવવામાં આવ્યા હતા અને જે નામો માટે બાકાઝીકી કરવામાં કરવામાં આવી તે નામોનો છેદ ઉડી ગયો હતો અને મેયર તેમજ ડેપ્યુટી મેયર માટે નવા નામો જ સામે આવ્યા છે અને બંને જૂથને પક્ષે અરીસો દેખાડી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.