હળવદના માથક ગામે જીઇબી સબ સ્ટેશન ગેટ પાસેથી બાઈક ચોરી

 

માથક ગામના પાદરમાં આવેલ જીઇબી સબ સ્ટેશન ગેટ પાસેથી ગત તા. ૦૨ જુનના રોજ બાઈક ચોરી થયું હતું ચોરીના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે રહેતા પ્રવીણભાઈ ભુપતભાઈ ચૌહાણ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ જુનના રોજ ફરિયાદીનું બાઈક જીજે ૧૩ કયુંકયું ૯૭૬૨ કીમત રૂ ૧૫,૦૦૦ વાળું ફરિયાદીના દીકરા પ્રદીપભાઈએ માથક ગામમાં આવેલ જીઇબી સબ સ્ટેશન ગેટ પાસે પાર્ક કર્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.