



હળવદના ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ ફરિયાદ કરી હોય જે બાબતે અવારનવાર ફોન કરી સમાધાન કરી લેવા ધમકીઓને પગલે ૨૦ વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે હળવદ પોલીસે મહિલા સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ચંપાબેન માવજીભાઈ રાઠોડે આરોપીઓ ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમારના પત્ની જેનું નામ ખબર નથી, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને મનીષાબેન સંજયભાઈ પરમાર રહે બધા રાજકોટ મેટોડા હાઈવે ઉપર હરીપરના પાટિયા પાસે કાલાવડ રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ જુનના રોજ સવારથી ફરિયાદી ચંપાબેન અને દીકરી અનીતા (ઉ.વ.૨૦) બંને ઘરે હતા દીકરો મજુરી કામે ગયો હતો દીકરી સવારથી રૂમમાં સુતી હતી અને બપોરે ફરિયાદી રસોઈ કામ કરતા હતા ત્યારે મામાની દીકરી મનીષાબેન સંજયભાઈ પરમારના મોબાઈલ પરથી ફોન આવ્યો અને અનીતા ક્યાં છે કહેતા તે રૂમમાં સુતી છે જેથી તેને કહ્યું તેના જેઠાણી વાત કરતા હતા કે અનીતા આત્મહત્યા કરી લેશે કહેતા ફોનમાં વાત પૂરી કરી રૂમનો દરવાજો બંધ હતો અને અનીતા રૂમમાં હતી જેથી ઘણીવાર પછી દરવાજો ખખડાવી અનીતાને ખોલવાની બૂમો પાડી પરંતુ દરવાજો ખોલ્યો નહિ અને વહેમ પડતા પાડોશમાં રહેતા જેઠના દીકરા જનકભાઈને બોલાવ્યા
જેને દરવાજો તોડતા બૂમાબૂમ થતા જેઠ બેચરભાઈ અને જેઠાણી મીતાબેન તેમજ આજુબાજુના કુટુંબીજનો દોડી આવ્યા હતા અને દરવાજો ખોલ્યો તો દીકરી અનીતાએ ગળે સાડી બાંધી ગળેફાંસ ખાઈ લીધો હતો દીકરી અનીતા મોરબી ક્રોમા શો રૂમમાં નોકરી કરતી હતી અને શો રૂમની તાલીમના કામે રાજકોટ ગઈ હતી જ્યાં મામાની દીકરી મનીષાબેન સંજયભાઈ પરમારના ઘરે રોકાઈ હતી બનેવી સંજયભાઈના મોટા ભાઈ ધર્મેન્દ્ર સાથે ઓળખાણ થતા તે અવારનવાર મોરબી અનીતાને મળવા આવતો જતો અને અનીતાએ તેને મળવાની ના પાડતા છતાં ૨૮-૦૫ ના રોજ અનીતા નોકરીએ હતી ત્યારે ક્રોમા શો રૂમ આવી અનીતા સાથે ઝઘડો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા જે બાબતે દીકરીએ જાણ કરતા બનેવી સંજયભાઈને તેના ભાઈ ધર્મેન્દ્રને સમજાવવા ફોન કર્યો તેણે આ બાબતે સમાધાન કરી લો નહીતર છરીના ઘોદા મારી દેશું તેવી ધમકીઓ આપી હતી અને દીકરી અનીતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ધર્મેન્દ્ર જીતેન્દ્ર પરમાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી
જેથી ધર્મેન્દ્રના પત્ની, સંજય પરમાર અને મનીષા પરમાર દીકરી અનીતાને ફોનમાં અવારનવાર ફોન કરી સમાધાન કરી લેવા ધમકી આપતા હતા જેથી કંટાળી દીકરીએ આપઘાત કર્યો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે