જેતપર આંદોલન છાવણીમાં અષાઢી બીજની ઉજવણી, રાસ ગરબાની રમઝટ જામી

કાળુભાઈ અમૃતિયા ધુણતા જોવા મળ્યા, બેનરો દેખાડી યુવાનોનો વિરોધ

 

જેતપર ગામે ખેડૂતો વીજલાઈન વળતર મુદે આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલન સાથે અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અગાઉ ડાયરા અને આનંદનો ગરબો સહિતના કાર્યક્રમો બાદ ગઈકાલે અષાઢી બીજના પાવન પર્વે રાત્રે આંદોલન છાવણી ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

 

અષાઢી બીજના પર્વની સૌ કોઈ ઉજવણી કરતા હોય છે ત્યારે જેતપર આંદોલન છાવણી ખાતે રાત્રીના રાસ ગરબાની રમઝટ જામી હતી જેમાં જેતપર તેમજ આસપાસના ગામની બહેનો રાસ ગરબા રમવા પહોંચી હતી બહેનો ઉપરાંત યુવાનો પણ ગરબે ઘૂમી ઉત્સાહિત થયા હતા

 

કાળુભાઈ અમૃતિયા ધુણતા, નાગિન ડાંસ કરતા જોવા મળ્યા

આંદોલનકારી કાળુભાઈ અમૃતિયા રાસ ગરબા કાર્યક્રમમાં ખુબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા તેઓ ધુણતા અને નાગિન ડાંસ કરતા જોવા મળ્યા હતા તેમના ઉત્સાહને પગલે અન્ય યુવાનો પણ મોજમાં આવી ગયા હતા અને મન મુકીને ગરબે ઘૂમ્યા હતા

 

યુવાનોએ વિવિધ બેનરો સાથે ગરબા કરી વિરોધ નોંધાવ્યો

તાજેતરમાં ખેડૂતોએ પદયાત્રા કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું ત્યારે વિવિધ બેનરો દેખાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેવા જ બેનરો રાસ ગરબા કાર્યક્રમમાં ગરબે ઘૂમતા યુવાનોના હાથમાં જોવા મળ્યા હતા વિવિધ બેનરોમાં સુત્રો થકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.