રામધન આશ્રમમાં અષાઢી બીજ નિમિતે યજ્ઞ-મહાપ્રસાદના કાર્યક્રમો, ગેટનું લોકાપર્ણ કરાયું

 

અષાઢી બીજના પાવન પર્વની મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીમાના સાનિધ્યમાં સવારે યજ્ઞ, નેજા ઉત્સવ અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

 

દાતાશ્રી સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીના સ્મરણાર્થે ગામ ઘુંટુ હસ્તે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્વારા રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરાયું હતું રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર, મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક,  રુદ્ર, સહિતના અનેક ભજનિકો ભજનની રમઝટ બોલાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.

 

Leave A Reply

Your email address will not be published.