મોરબી તાલુકાના સાત ગામો માટે રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે પીવાના પાણીની યોજના મંજુર

પાણી પુરવઠા બોર્ડ પાસથી મળતી વિગત મુજબ મોરબી તાલુકાના વાકળા,ખરેડા,ઝીકિયારી,ચકમપર,રંગપર,બેલા,શનાળા(તળાવીયા),અને બે પેટા પરા સહિત સાત ગામો માટે પીવાનું પાણી પૂરું પાડવા રૂ.૭.૫૬ કરોડના ખર્ચે જૂથ યોજના મંજુર કરવામાં આવી છે કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાની રજૂઆતને પગલે પાણીપુરવઠા મંત્રી બાબુભાઇ બોખીરિયાએ મજૂરી આપી છે.આ જૂથ યોજના મંજુર થતા ઉપરોક્ત સાત ગામોને નિયમિત ક્ષારમુક્ત પાણી મળશે યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી માળતાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ તાકીદે યીજના પૂર્ણ કરવા પા.પૂ.બોર્ડને તાકીદ કરી છે.

 

Leave A Reply

Your email address will not be published.