મોરબી : ફાયનાન્સ ઓફિસમાં હું ડરૂ છું તેવી વાત કરે છે કહીને ગાળો આપી ફડાકો ઝીક્યો

 

મોરબીના સામાકાંઠે આવેલ ઓફિસમાં યુવાન તેના મિત્ર સાથે બેઠો હોય ત્યારે એક ઇસમેં આવી હું ડરૂ છું તેવી વાતો કરે છે કહીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લાફો ઝીકી દીધો હતો યુવાનની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના સામાકાંઠે શિવમ હોસ્પિટલ પાછળ રહેતા મોહિત મુકેશભાઈ પરમાર (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપી પ્રકાશ ગોલતર રહે ત્રાજપર મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી મોહિત સામાકાંઠે શિવાલિક પ્લાઝામાં ચોથા માળે આવેલ મિત્ર મહાવીરસિંહની હોથલ ફાયનાન્સ ઓફિસે ગયો હતો જ્યાં મિત્ર સાથે બેઠા હતા બપોરે સવા બારેક વાગ્યાના સમયે ઓફિસમાં પ્રકાશ ગોલતર આવી ફરિયાદીને કહેવા લાગ્યો કેમ હું ડરી ગયેલ છું એમ બીજાને વાતો કરે છે

 

કહીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હું કોઈનાથી ડરતો નથી કહીને ગાળો આપવા લાગ્યો ત્યાં તેનો ભાઈ ગોપાલ આવી ગયેલ અને બંનેને ઝઘડો ના કરવા સમજાવ્યા અને ફરિયાદી યુવાન લીફ્ટ પાસે પહોંચ્યો ત્યારે પ્રકાશે તું ઉભો રહે કહીને પાસે આવી એક લાફો મારી દીધો હતો અને ગોપાલ આવી જવાનું કહેતા યુવાન નીકળી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.