મોરબી મહાનગરપાલિકા દ્વારા નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના રોડની કામગીરીનો પ્રારંભ  

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ વેગ આપવા તથા નાગરિકોને સુગમ, સલામત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના રોડની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

રોડની કામગીરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ફાળવવામાં આવેલ આઉટગ્રોથ ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે કુલ રૂ.૪,૦૦,૯૫,૦૦૦/- (અંકે રૂપિયા ચાર કરોડ પંચાણું હજાર પૂરા)ની રકમ મંજૂર કરવામાં આવેલ છે.

આજરોજ તા.૨૬/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નઝરબાગ ખાતે યોજાયેલ કામગીરીના પ્રારંભ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન રવિ સનાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ ભરાસરા, કોર્પોરેટર મંજુલાબેન ચૌહાણ, માનુબેન શિયાળ તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોડની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

રોડની કામગીરી પૂર્ણ થવાથી નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના વિસ્તારના નાગરિકોને અવરજવરમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે તેમજ આઉટગ્રોથ વિસ્તારના વિકાસને વેગ મળશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.

 

 

 

Leave A Reply

Your email address will not be published.