



મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની પ્રાથમિક જરૂરિયાતો અને પાયાના પ્રશ્નોને અગ્રતા આપવામાં આવી હતી તંત્રએ રખડતા પશુને પકડવા ખાસ ઝુંબેશ શરુ કરી હતી અને કામગીરી કરવામાં પણ આવી હતી છતાં કામગીરી ઓછી અધુરી હોય તેવું લાગી રહ્યું છે ઢોર પકડ ઝુંબેશ છતાં સામાકાંઠા વિસ્તારમાં આખલાએ મહિલાને ઉલાળી હતી
મોરબી મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પૂર્વે જ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી જેમાં તંત્રએ અત્યાર સુધીમાં ૩૫૦૨ પશુ પકડી નજીકના ગૌશાળા અને પાંજરાપોળમાં મુકયાનો દાવો કર્યો હતો મનપા ટીમ દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ હજુ રોડ પરથી રખડતા પશુનો ત્રાસ ઓછો થયો નથી તાજેતરમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આખલાએ મહિલાને હડફેટે લીધી હતી રોડ પરથી ચાલીને જતી મહિલાને આખલાએ ઉલાળી હતી જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે
આમ તંત્ર રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે પરંતુ હજુ કામગીરી ઓછી અને અધુરી જણાઈ રહી છે તંત્રએ મોરબીને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે નક્કર આયોજન કરી તાત્કાલિક એક્શન લેવા પડશે અન્યથા મોરબીવાસીઓ આવી જ રીતે રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા કરશે