પ્રમુખ ડો. વેકરીયાના નેતૃત્વમાં આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) નું ભવ્ય આયોજન

 

આયુષ ફેડરેશન ઓફ રાજકોટના પ્રમુખ પ્રેકટ્રોલોજીસ્ટ ડો. એમ. વી. વેકરીયાની યાદીમાં જણાવે છે કે ગયા રવિવારે ફેડરેશન દ્વારા ગ્રાન્ડ સી.એમ.ઈ.નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ. તેમાં પ્રાઈમ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. કે. કે. રાવલ અને તેમની પૂરી ટીમ એ એંડોસ્કોપ અથવા લેપ્રોસ્કોપ દ્વારા આંતરડાની વિવિધ રોગો પર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા એડવાન્સ ટેકનોલોજીથી તબીબોને માહિતગાર – અપડેટ કરવા માટે રાખવામાં આવેલ. ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ આ ગ્રાન્ડ મેગા સી.એમ.ઈ. સિયાજી હોટલ મહલ બેંકવેટ હોલમાં રાખવામાં આવેલ. જેમાં 500 જેટલા વિશાળ ડોક્ટર તબીબોએ હાજરી આપેલ.

આ મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ.નું ઉદ્ઘાટન આપણા કર્મનિષ્ઠ યુવા ડાયનેમિક મેયર નેહલભાઈ શુક્લના વરદ હસ્તે કરેલ. તેમણે ફેડરેશનના અનેક આરોગ્ય લક્ષી અને હેલ્થ અવેરનેસ સી.એમ.ઈ. (કંટીન્યુઅસ મેડિકલ એજ્યુકેશન) જેવા પ્રોગ્રામ ગોઠવવા બદલ ફેડરેશનના પ્રમુખ ડો. એમ. વી. વેકરીયા અને તેમની પૂરી ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ અને ભવિષ્યમાં પણ ફેડરેશન ઉતરોતર વધુમાં વધુ સેવા કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવેલ. ઉપરાંત જણાવેલ કે આવા સેવા કાર્યોમાં રાજકોટ કોર્પોરેશનની કોઈપણ મદદની જરૂર હોય તો જણાવજો. આ સી.એમ.ઈ.માં પ્રાઇમ હોસ્પિટલના ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. કે. કે. રાવલ સાહેબએ એન્ડોસ્કોપી દ્વારા પેટની આંતરડાની વિવિધ બીમારી એડવાન્સ ટેકનોલોજી દ્વારા કેવી રીતે સરળ અને સફળ સારવાર આપવામાં અમારી પ્રાઈમ હોસ્પિટલની ટીમ સક્ષમ છે તેની વિસ્તૃત સમજ આપેલ. અને તેમની ટીમના અન્ય ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. ચિંતન કણસાગરા, ડો. અવલ સાદીકોટ, ડો. ભરત નંદાણીયા, ડો. પુલકિત પટેલ, ડો. પ્રદીપ મકવાણા, ડો. ઘનશ્યામ લાડુમોર અને ડો. તપન પરીખની પૂરી ટીમ દ્વારા આતરડાના રોગો પર પેનલ ડિસ્કશન દ્વારા 500 ડોકટરોને ઉત્તમ સારવારથી માહિતગાર કરેલ. આ ગ્રાન્ડ સી.એમ.ઈ. માં અમારા જ આયુષ ડોક્ટર ગુજરાતના એક માત્ર લેડી સ્ટેન્ડઅપ કોમેડિયન હુમોરોસોફર ડો.અવની વ્યાસ એ તબીબોને ખૂબ હસાવ્યા હતા. પ્રમુખ ડો. એમ. વી. વેકારીયા સાહેબએ જણાવેલ કે ફેડરેશન સતત 15 વર્ષથી કાર્યશીલ છે. 1700 તબીબોની સભ્ય સંખ્યા છે. ગુજરાતમાં આયુષ તબીબોની સંખ્યા 75000 છે. હેલ્થ અવેરનેસ અને સમાજના આરોગ્યલક્ષી કાર્યક્રમમાં સરકાર સાથે રહીને ફેડરેશન કાર્ય કરતું રહે છે. મંત્રી શ્રી કિશોર દેવલીયા સાહેબએ સર્વ તબીબો અને મહેમાનોને વેલકમ સ્પીચ આપેલ અને ડૉ. નરેન્દ્ર વિસાણી સાહેબે કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ.

આ મેગા સી.એમ.ઈ.ને સફળ બનાવવા માટે જેઓ એ સખત મહેનત કરેલ તેવા ફેડરેશનના પ્રમુખ ડો. એમ. વી. વેકરીયા, સેક્રેટરી ડો. કિશોર દેવલીયા, ચેર પર્સન ડો. નરેન્દ્ર વિશાણી, પ્રોજેકટ ચેરમેન એન્ડ વાઇસ પ્રેસિડન્ટ ડો. મહેશ શિંગાળા વાઇસ ચેરમેન આરોગ્ય સમિતિ RMC ડો. શૈલેષ વસાણી, ટ્રેઝરર ડો. સમીર ખુંટ, જોઈન્ટ સેક્રેટરી ડો. દેવેશ જોષી, જોઈન્ટ સેક્રેટરી ડો. ભાવેશ પરમાર, ડો. અરવિંદ ભટ્ટ, ડો. વિનોદ રાણપરીયા, ડો. જયેશ રાજ્યગુરુ, ડો. વિશાલ ભીમજીયાણી, ડો. હિમાંશુ પરમાર, ડો. દેવઘર રામોલિયા અને ડો. દિલીપ મારકણા વગેરે ડોકટરોએ આ સી.એમ.ઈ. ને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવેલ.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.