મોરબી મહાનગરપાલિકામાં તમામ બેઠકો પર વિજય બાદ હવે મેયર કોણ ? નામોની ચર્ચા તેજ
સતવારા સમાજ ઉપરાંત યુવા ચહેરાના નામોની ચર્ચા જામી


મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં તમામ ૫૨ બેઠકો જીતી ભાજપે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપે પ્રથમ મહાનગરપાલિકામાં કબજો કરી લીધો છે ત્યારે હવે પ્રથમ મેયર કોણ બનશે તેની ચર્ચા જોવા મળી રહી છે મેયર પદ માટે ઓબીસી સમાજના અગ્રણીઓના નામો મોખરે સંભળાય રહ્યા છે તે ઉપરાંત યુવા ચહેરાઓને પણ ચાન્સ મળી સકે તે શક્યતાઓને ધ્યાને લઈને કોના કોના નામો ચર્ચામાં છે તે જાણીએ…
મોરબી મહાનગરપાલિકા ચુંટણી જંગ ભાજપે ક્લીન સ્વીપ સાથે જીતી લીધા બાદ મોરબીનો પ્રથમ મેયરના નામો સાંભળવા મળી રહ્યા છે મહાપાલિકાના પ્રથમ મેયર તરીકે ઓબીસી સમાજની બેઠક અનામત હોવાથી સતવારા અને આહીર સમાજના અગ્રણીઓ બાજી મારી જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી સત્તાવાર રીતે ભાજપ ભલે કોઈના નામો આપતું ના હોય પરંતુ આ બંને સમાજમાંથી કોઈ મેયર બને તેવી વાતો પક્ષના વર્તુળોમાં જોવા મળી રહી છે જેમાં ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કણઝારીયાના નામો ચાલી રહ્યા છે તે ઉપરાંત પૂર્વ પાલિકા પ્રમુખ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના પુત્ર ભુપતભાઈ જારીયાનું નામ પણ રેસમાં હોવાનું મનાઈ રહ્યું છે તેમજ યુવા ચહેરા તરીકે બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડિયા અને ભાવિકભાઈ ભરતભાઈ જારીયાના નામોની પણ ચર્ચા જોવા મળી રહી છે
ઉલ્લેખનીય છે કે તમામ ૫૨ બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી છે હવે જીતેલા સદસ્યોને તેની ક્ષમતા મુજબ પદ આપવાનો પડકાર રહેશે મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત વિવિધ કમિટીના ચેરમેન પદ માટે લોબિંગ શરુ થઇ ગયું હોવાનું પક્ષના આંતરિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે ભાજપ હમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી પાર્ટી છે અને મેયર પદના કેસમાં પણ ભાજપ કોઈ નવી જ વ્યક્તિના નામ પર મોહર લગાવે તો નક્કી નહિ


