મોરબીના વીશીપરામાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી

મોરબીના વીશીપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું મોટરસાયકલ ચોરી થઇ ગયું હતું. રહેણાંક મકાન પાસે રાખેલું બાઇક કોઈ અજાણ્યો તસ્કર હંકારી જતાં આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગતો મુજબ, મોરબી-૨ માં આવેલા કુલીનગર-૧, ઇમામના ઓટા સામે રહેતા સમસુદ્દીનભાઇ અકબરભાઇ પઠાણ (ઉ.વ. ૨૪) એ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં. GJ-36-AQ-2780 રાત્રિના સમયે ઘર પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ આશરે રૂ ૨૦,૦૦૦ ની કિંમતનું આ બાઇક ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે ફરિયાદીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.