મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રીને સસ્પેન્ડ કર્યા બાદ કોલ રેકોર્ડીંગ વાયરલ, જીલ્લા પ્રમુખ સામે આક્ષેપ


મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહામંત્રી રમેશ રબારીને તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે કાર્યવાહી બાદ સસ્પેન્ડ કરાયેલ રમેશ રબારી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે જેમાં જીલ્લા મહામંત્રી રમેશભાઈ રબારી જીલ્લા પ્રમુખ સામે આક્ષેપો કરી રહ્યા છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવૃતિઓના આક્ષેપો સાથે પદ પરથી સસ્પેન્ડ કરવાનો તાજેતરમાં આદેશ કર્યો હતો જે આદેશ બાદ એક કોલ રેકોર્ડીંગ વાયરલ થયું છે જેમાં સસ્પેન્ડ કરાયેલ રમેશ રબારી અને કિશોર ચીખલીયા વચ્ચે વાતચીત સાંભળવા મળી રહી છે જે વાતચીતમાં જમીન સંબંધિત મુદે પીછેહટ કરવા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો થો અને રાજીનામું માંગવામાં આવ્યું હોવાની ચર્ચા જોવા મળી રહી છે
જે મામલે જીલ્લા પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં લખાણ અને પોસ્ટ મુક્ત હતા છેલ્લા ૩૦૪ દિવસ પૂર્વે લખાણ અનુસંધાને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મારી ટીમમાંથી કાઢવામાં આવ્યો છે પક્ષમાંથી સસ્પેન્ડ નથી કર્યો. પક્ષને નુકશાન ના થાય તેથી પક્ષ હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે




