મોરબીમાં લૂંટના ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો




મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા ઈસમનો મોરબી તાલુકા પોલીસે ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યો છે જે આરોપી વિરુદ્ધ ૨૧ ગુના નોંધાયેલા છે અને ઇસમ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૧૯-૦૨-૨૬ ના રોજ બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ ફરિયાદીનું બાઈક ઉભું રખાવી ડરાવી-ધમકાવી એરગન જેવું હથિયાર રાખી સોનાનો ચેન કીમત રૂ ૧.૫૦ લાખ અને રોકડ રૂ ૫૦૦૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧.૬૦ લાખનો મુદામાલની લૂંટ કરી નાસી ગયા હતા જે ગુનામાં અગાઉ એક ઈસમને ઝડપી લીધો હતો આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ ઉર્ફે સુકુલકુમાર અનિલભાઈ કોરી (ઉ.વ.૨૮) રહે હાલ યુપી વાળો નાસ્તો ફરતો હતો અને ઉતરપ્રદેશ રાજ્યના મૈનપૂરી જીલ્લાના કીશની પોલીસ મથકમાં આરોપીને અટક કરવામાં આવ્યો હતો જેથી આરોપીનું કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી સ્પેશ્યલ ડી એ એ કોર્ટ મૈનપુરી ખાતે જમા કરાવતા મૈનપૂરી સબ જેલના પોલીસ જાપ્તો કોર્ટમાં રજુ કરી કબજો મેળવી આરોપીને મોરબી લાવવામાં આવ્યો છે
ઝડપાયેલ આરોપી સુખલ કોરી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્યના વિવિધ પોલીસ મથકમાં ચોરી, લૂંટ સહિતના ૨૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે