વાંકાનેરના ઓળ ગામે ખનીજચોરો પર તબાહી, ૪.૧૦ કરોડનો મુદામાલ જપ્ત

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઓળ ગામની સીમમાં ગેરકાયદે ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પોલીસે બાતમીને આધારે રેડ કરી સ્થળ પરથી ૪.૧૦ કરોડનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓળ ગામની સીમમાં હળવદ ધાર વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન થતું હોવાની બાતમી મળતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ડમ્પર જીજે ૩૬ એક્સ ૯૧૫૩ (ખનીજ મુદામાલ સહીત કીમત રૂ ૩ કરોડ, ડમ્પર જીજે ૩૬ એક્સ ૮૮૦૪ કીમત રૂ ૩૦ લાખ, ડમ્પર જીજે ૩૬ વી ૯૯૪૯ કીમત રૂ ૩૦ લાખ અને શેની કંપનીનું EXCAVATOR મોડલ નં SY૨૧૦-C-૯ કીમત રૂ ૫૦ લાખ શીત કુલ રૂ ૪,૧૦,૦૦,૦૦૦ નો મુદામાલ ક્બ્જે લીધો છે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રેડને પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે

 

Leave A Reply

Your email address will not be published.