માળિયામાં સગીરને સ્કોર્પીઓ કાર ચલાવવા આપી વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ કાયવાહી




માળિયામાં સગીર સ્કોર્પીઓ કાર ચલાવતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ થતા ટ્રાફિક શાખાની ટીમે આઈડી પરથી વાહન માલિકનો પત્તો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ટ્રાફિક શાખાની ટીમ ટ્રાફિક નિયમન કામગીરી કરતી હોય દરમિયાન એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક સગીર સ્કોર્પીઓ કાર ચલાવતો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આઈડી સર્ચ કરતા વાહન માલિક માળિયા તાલુકાના નાની બરારના રહેવાસી વસંત ભાઈ ગોવિંદભાઈ બકુત્રા હોવાનું ખુલ્યું હતું જેનો સંપર્ક કરી વસંતભાઈ અને તેના સગીર પુત્રને કાર જીજે ૩૬ એઆર ૭૦૩૭ સાથે બોલાવી પૂછપરછ કરતા આ ગાડી પોતાનો સગીર વયનો પુત્ર ચલાવતો હોવાનું કબુલ્યું હતું જેથી તેઓને નામદાર જુવેનાઈલ કોર્ટ મોરબીને એમ વી એક્ટ કલમ મુજબ એન સી આપવામાં આવેલ છે આમ સગીર પુત્રને વાહન ચલાવવા આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું