ભરતનગર નજીક ફેકટરીના મશીનમાં આવી જતા ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત

 

ભરતનગર નજીક આવેલ ફેકટરીના મશીનમાં હાથ અને માથું આવી જતા ઈજાગ્રસ્ત શ્રમિક યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું

 

મૂળ એમપીના વતની સંજુભાઈ માવજીભાઈ ભુરીયા (ઉ.વ.૨૪) નામના યુવાન ગત તા. ૨૯ માર્ચના રોજ ભરતનગર નજીક આવેલ લેકમાં પેનલ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા હતા ત્યારે મશીનમાં આવી જતા હાથ અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને સારવાર આપી રજા આપી હતી બાદમાં વતનમાં ગયા હતા અને યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.