હળવદ પાસે એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: ટ્રેક્ટર ચાલકનું ગંભીર ઇજાના કારણે મોત

હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા પાટિયા પાસે એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું હતું. ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી ગફલતભરી રીતે બસ સાથે ટ્રેક્ટર ભટકાડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે એસ.ટી. બસના ડ્રાઈવરે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, એસ.ટી. નિગમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ બારીયા બસ નંબર GJ-18-Z-9507 લઈને હળવદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કવાડિયા પાટિયાથી આશરે ૨૦૦ મીટર દૂર ધ્રાંગધ્રાના બાઇસાબગઢ ગામના દિનેશભાઇ લાલજીભાઇ કોળીએ પોતાનું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર કોઈ પણ સિગ્નલ કે ઈશારા વગર અચાનક બસની સામેની સાઈડમાં વાળ્યું હતું. બેદરકારીપૂર્વક ચલાવેલું ટ્રેક્ટર એસ.ટી. બસની ખાલી સાઈડે ધડાકાભેર ભટકાયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક દિનેશભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.