

મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં તીનપત્તી નસીબ આધારિત હારજીતનો જુગાર રમતી બેલડીને સીટી બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન તેમણે કુબેર ટોકિઝના ગ્રાઉન્ડમા શોભેશ્વર રોડ પર જાહેરમા જુગાર રમતા બે શખ્સો મહેશ લક્ષ્મણભાઇ આદરોજીયા અને સાગર રાજેશભાઇ અગેચાણીયાને પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૪૨૦ રૂપિયા કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


