મોરબીમાં કાર્ગો કેફેના મેનેજર અને પાર્ટનરે વિદ્યાર્થી પર કર્યો હુમલો, પાઇપ વડે માર મારતા ફરિયાદ

મોરબીના રવાપર-ધૂનડા રોડ પર આવેલા એક કેફેમાં સામાન્ય બોલાચાલી બાદ મેનેજર અને પાર્ટનરે ભેગા મળીને એક યુવકને પ્લાસ્ટિકના પાઇપ તથા ઢીકાપાટુનો માર માર્યાની ઘટના સામે આવી છે.

બનાવની વિગત મુજબ, મોરબી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડીયા (ઉ.વ. ૧૮) એ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રવાપર-ધૂનડા રોડ પર આવેલા ‘કાર્ગો કેફે’ના કમ્પાઉન્ડમાં કોઈ બાબતે બોલાચાલી થતા કેફેના મેનેજર આશીષએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ કેફેના પાર્ટનર હિરેનએ આવીને ફરિયાદીને પ્લાસ્ટિકના પાઇપ વડે માથામાં તેમજ ડાબા પગમાં મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ બંને શખ્સોએ ફરિયાદીના પિતા સાથે પણ ગાળાગાળી કરી હોવાનું જણાવ્યું છે. પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.