ગાંધીચોકમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબીના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને એ. ડિવિઝન પોલીસે રોકડ રકમ અને સાહિત્ય સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાંધીચોક નજીક નગર દરવાજા ચોકી પાસે જાહેર રોડ પર એક શખ્સ નસીબ આધારિત વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મકરાણી વાસમાં રહેતા આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ (ઉ.વ. ૪૫) નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી વર્લી ફીચરના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન તથા કુલ રૂ. ૩૦૦ નો રોકડ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.