


ટંકારાના નસીતપર ગામે ઇન્ડિયન મેડીકલ એશો.ના સહયોગથી આદર્શ માતા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેરણા આપવા માટે બાળરોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ, ડો. જયેશ સનારીયા, ડો. ભાવનાબેન જાની, ડો. જયદીપ પટેલ, નાની વાવડી ગામના સરપંચ જયંતીભાઈ પડ્સુબીયા, માનવસેવા સંસ્થાના વિપુલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ હાજર રહી હતી. આદર્શ માતા અભિયાનમાં પ્રેરણા પૂરી પાડવા માટે ઉપસ્થિત રહેલા નિષ્ણાંત ડોકટરો દ્વારા આવેલા લોકોને માહિતીગાર કરવામાં અવાય હતા અને દરેક ગામમાં આ પ્રકારના આયોજન થાય તેવી આશા વ્યક્ત કરી હતી બાળકના ઉછેરની વિવિધ પધ્ધતિ વિષે સચોટ માહિતી આપી હતી.

