




મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનમાં રાત્રીના સમયે અચાનક આગ લાગતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા અને સાવચેતીના ભાગરૂપે ડેમુ ટ્રેનને મકનસર સ્ટેશને થંભાવી દેવામાં આવી હોવાની માહિતી મળી હતી
મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં મુસાફરો યાત્રા કરતા હોય છે ત્યારે ગઈકાલે વાંકાનેરથી રાત્રે ૯ : ૩૦ કલાકે ઉપડતી અને ૧૦:૦૦ કલાકે મોરબી પહોંચતી છેલ્લી ડેમુ ટ્રેન જ્યારે મકનસર નજીક પહોંચી ત્યારે રેલવે પાટા પાસે આવેલા બેટરી બોક્સમાં સામાન્ય આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હોય જેના કારણે આગ લાગવાની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ટ્રેનને મકનસર સ્ટેશન પર જ સ્ટોપ થંભાવી દેવામાં આવી હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી
