




મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના ખારચીયા ગામે રાત્રીસભા યોજાઈ હતી જેમાં હાજર અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે ગ્રામજનોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નો બાબતે યોગ્ય માર્ગદર્શન આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને દરેક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.



