




ટંકારાના નાના રામપર ગામે રહેતા ૨૦ વર્ષીય યુવાને પોતાના જ ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના નાના રામપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ગૌતમભાઇ વાલજીભાઇ રાણવાના ૨૦ વર્ષીય પુત્ર મહેશકુમાર ગૌતમકુમાર રાણવાએ ગત તા. ૧૭/૧૧/2૦૨૬ ના રોજ બપોરે પોતાના જ રહેણાંક મકાને કોઇપણ કારણસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
