




ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘જિલ્લાકક્ષા કલામહાકુંભ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા બનેલા તથા સીધી જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લીધેલ કલાકારો માટે આ સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરાયું છે.
મોરબી જિલ્લા કક્ષા (મોરબી ગ્રામ્ય) ના કલામહાકુંભ ની સ્પર્ધાઓ તા. ૦૬/૧૨/૨૦૨૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ‘વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા, મોરબી’ ખાતે યોજાશે, જેમાં સ્પર્ધકોએ નિર્ધારિત સમયે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જ્યારે મોરબી શહેર કક્ષાના કલામહાકુંભ ની સ્પર્ધાઓ પણ તા. ૦૬/૧૨/૨૦૨૬ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે ‘સાર્થક વિદ્યામંદિર, મોરબી’ ખાતે યોજવામાં આવશે.
કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન, કથ્થક તેમજ શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) સહિતની સ્પર્ધાઓમાં પસંદગી પામેલા તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
