




મોરબીના ટીંબડી પાટિયા નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રના મોત થયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી માતેલા સાંઢ જેમ દોડતા ડમ્પર વિરુદ્ધ મીડિયાની ટીકા બાદ ટ્રાફિક પોલીસની ટીમને શરમ આવી છે અને હાઈવે પર એક્શન લેવામાં આવ્યા હતા
મોરબી જીલ્લા પોલીસવડાની સુચના મુજબ જીલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસ ટીમ હાઈવે પર સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી હાઈવે પર આગળ પાછળ નંબર પ્લેટ વગરના ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૨૦ ડમ્પર સહિતના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા પોલીસે કરેલી કામગીરી પ્રસંશનીય છે પરંતુ આવી કામગીરી જો સમયાન્તરે કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવી સકે છે તેમજ નિર્દોષ નાગરિકોના જીવ પણ બચી સકે છે છતાં દેર આયે દુરસ્ત આયે મુજબ પોલીસને આખરે શરમ આવી છે અને કામગીરી શરુ કરી છે


