મચ્છુ ૩ ડેમ નીચે તળાવ લિન્કિંગ યોજના હેઠળ ગામોના તળાવોમાં તાત્કાલિક પાણી ભરવા માંગ

જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંચાઈ વિભાગને આવેદન પાઠવી રજૂઆત

 

 

મચ્છુ ૩ ડેમ નીચે તળાવ લિન્કિંગ યોજના હેઠળ આવતા ગામોના તળાવોમાં તાત્કાલિક ધોરણે પાણી ભરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે

આવેદનમાં જણાવ્યું છે કે મચ્છુ ૩ ડેમ નીચે આવેલી તળાવ લિન્કિંગ યોજના અંતર્ગત સમાવિષ્ટ મોટી બરાર, નાની બરાર, જશાપર, દેવગઢ અને જાજાસર સહિતના ગામોના તળાવો પાણી વિના સુકાઈ રહય છે જેથી ખેડૂતો, પશુઓને પીવાના પાણી અને સિંચાઈ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામોના તળાવોમાં તાત્કાલિક ધોરણે પાણી છોડીને તેને ભરવામાં આવે તે જરૂરી છે જો આગામી ૮ દિવસમાં ગામોના તળાવોમાં પાણી ભરવાની કામગીરી શરુ કરવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા તમામ ગ્રામજનોને સાથ રાખી જન આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.