




મોરબીના ઘુટૂ ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતી ઓરિસ્સાની મહિલાનાં પ્રેમીએ વતન જવાની ના પાડતા રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના વતની અને હાલ ઘુટૂ ગામની સીમમાં તળાવિયા શનાળા રોડ પર આવેલા કેડીલેક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતી ૩૫ વર્ષીય સ્વપના પનુ દેહુરીને પોતાના વતન જવું હતું, પરંતુ તેના પ્રેમી બિષ્ણુએ તેને વતન જવાની ના પાડી હતી. આ વાતનું યુવતીને મનોમન લાગી આવતા તેણે કારખાનાની લેબર કોલોનીના પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
