હળવદના સુખપર નજીક બંધ ડમ્પર પાછળ બાઈક અથડાતા યુવાનને ઈજા

 

સુખર ગામે ખારી નદી પરના પુલ પર બંધ ડમ્પર પાછળ બાઈક અથડાતા યુવાનને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા સુરેશભાઈ ગાંડુભાઈ દેકાવાડીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ડમ્પર જીજે ૩૬ એક્સ ૫૩૧૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સુખપર ગામે આવેલ ખારી નદી પર આવેલ પુલ પરથી ફરિયાદીના મોટાભાઈ અશોકભાઈ બાઈક જીજે ૧ બીસી ૬૨૪૧ લઈને જતા હતા અને ડમ્પર જીજે ૩૬ એક્સ ૫૩૧૮ ના ચાલકે કોઈ આડશ વગર ઉભું રાખ્યું હતું જેની પાછળ ફરિયાદીના મોટાભાઈનું બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં અશોકભાઈને માથે અને શરીરે ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર ટ્રક સ્થળ પર મૂકી આરોપી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.