મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સાઈ સ્મિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે જુગારધામ પર દરોડા  

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ સાઈ સ્મિત એપાર્ટમેન્ટ  ત્રીજા માળે ફ્લેટમાં ચાલતા જુગારધામ પર મોરબી બી ડીવીઝન પોલીસે દરોડા પાડી ત્યાંથી મહિલા સહીત પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ સાઈ સ્મિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ૩૦૪ ફ્લેટમાં રહેતા જલ્પાબેન વિશાલભાઈ બારૈયા એ પોતાના માતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉધરાવી જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમી રમાડતા જલ્પાબેન વિશાલભાઈ બારૈયા,બચુભાઈ સાદુરભાઈ ઠાકોર,શંકરજી મેઘાજી ઠાકોર, નાગજીભાઈ રામાભાઈ ઠાકોર અને અંજલીબેન જયેન્દ્રભાઈ જાકાસણીયાને રોકડ રકમ  ૪૬ ૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.