

મોરબી અને હળવદ પંથકમાં પોલીસે ચાર સ્થળે રેડ કરી જુગાર રમતા ૨૬ ઇસમોને ઝડપી લઈને ૮.૪૩ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે મોરબીના મૂનનગરમાં શ્યામ રેસીડેન્સીના હરિદર્શન એપાર્ટમેન્ટમાં કરી હતી આરોપી મયુરભાઈ છગનભાઈ કાસુન્દ્રાના ફ્લેટમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો ફ્લેટમાં જુગાર રમતા મયુર છગનભાઈ કાસુન્દ્રા, રાજેશ મગનભાઈ વાછાણી, નીતિન લવજીભાઈ ગામી, હરખજી કૈલા, પંકજ રમેશભાઈ ગામી, અંતુ જગદીશભાઈ શર્મા, જયદીપ ઉર્ફે કાનો દામજી ભટાસણા અને ભરત ગોરધનભાઈ સવસાણી એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૭,૧૬,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડ મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામ નજીક કરી હતી જાહેરમાં જુગાર રમતા હિતેશ અતુલભાઈ ત્રિવેદી, રસિક ભીખાભાઈ ધોળકીયા, હસમુખ અતુલભાઈ ત્રિવેદી અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ પંચાણજી ઝાલા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૦૫૦ જપ્ત કરી છે
ત્રીજી રેડ તાલુકા પોલીસે લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદીપ કમ્પાઉન્ડ સોસાયટીમાં રહેતા ભરત કાન્તિલાલ મહેતાના રહેણાંક મકાનમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા ભરત કાન્તિલાલ મહેતા, મુકેશ લખમણભાઈ ઠોરીયા, ગોપાલ મોહનભાઈ ડાભી, જયંતી રવજીભાઈ ડાભી, અમિત દિનેશભાઈ ઠોરીયા, રાજેશ રમેશભાઈ સનારીયા, પંકજ જીવરાજભાઈ પરમાર અને મનોજ હીરાભાઈ પરમાર એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૮,૫૦૦ જપ્ત કરી છે ચોથી રેડ હળવદ પોલીસે રણમલપુર ગામની સીમમાં કરી હતી વાડી પાસે જાહેરમાં જુગાર રમતા મેહુલ જયંતીભાઈ દવે, નાગર કાનજીભાઈ પાટડીયા, બીપીન વાસુદેવભાઈ થળોદા, મહેશ જયંતીભાઈ પારેજીયા અને હર્ષદ વાસુદેવભાઈ વરમોરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૧૦૦ જપ્ત કરી છે