હળવદની દ્રષ્ટિ અને ભાવીશાની ક્રિકેટમાં સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ પસંદગી
મોરબી જિલ્લામાંથી અંડર–17 બહેનોની રાજ્યકક્ષાની ક્રિકેટ કેમ્પ માટે પસંદગી પામેલી પાંચ ખેલાડીઓમાં હળવદની બે દીકરીઓનો સમાવેશ


હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કુલ ખાતે કાર્યરત ક્રિકેટ એકેડમીમાં અભ્યાસની સાથે ક્રિકેટનું કોચિંગ મેળવી રહેલી બે પ્રતિભાશાળી દીકરીઓએ હળવદનું ગૌરવ વધાર્યું છે. સોનગ્રા દ્રષ્ટિ અનિલભાઈ અને કણઝારીયા ભાવીશા મહેશભાઈની સતત બીજા વર્ષે અંડર–17 બહેનોની રાજ્યકક્ષાની ક્રિકેટ કેમ્પ માટે મોરબી જિલ્લામાંથી પસંદગી થઈ છે.
મોરબી જિલ્લામાંથી અંડર–17 કેટેગરીમાં કુલ પાંચ બહેનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં હળવદની દ્રષ્ટિ અને ભાવીશાનો સમાવેશ થતા તેમના પરિવારજનો, ક્રિકેટ કોચ દુષ્યંતભાઈ તથા અનિલભાઈ સહિત રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.દરરોજ 2થી 3 કલાક ક્રિકેટનો અભ્યાસ પ્રેક્ટીસ કરી દ્રષ્ટિ અને ભાવીશા સાંદિપની ઈંગ્લીશ સ્કુલ ખાતે અભ્યાસની સાથે દરરોજ સાંજે બેથી ત્રણ કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.
સતત મહેનત, નિયમિત તાલીમ અને ક્રિકેટ પ્રત્યેના સમર્પણના પરિણામે બંને ખેલાડીઓએ સતત બીજા વર્ષે રાજ્યકક્ષાની પસંદગી મેળવી છે.હળવદની અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ સિદ્ધિ છે રમતગમત ક્ષેત્રે હળવદની દીકરીઓ પણ પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે તેનું દ્રષ્ટિ અને ભાવીશાની આ સિદ્ધિ ઉત્તમ ઉદાહરણ બની છે. બંને ખેલાડીઓ રાજ્યકક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી હળવદ અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી પરિવારજનો, કોચ તથા રમતપ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
મયુર રાવલ હળવદ


