મોરબીની શ્રી યુ એન મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું

 

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી અને દિલ્હી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૦૯/૨૦૨૬ના ગુજરાતી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ કોલેજની વિદ્યાર્થીની પરમાર અવની તેમજ મકવાણા વૈશાલીએ પ્રાર્થના દ્વારા કર્યો હતો.

 

કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દિલ્હી સાહિત્ય એકાદમીના ગુજરાતી સલાહકાર મંડળના સભ્ય અને મૂર્ધન્ય કવિશ્રી નીતિન વડગામા તેમજ કવિગણ વારિજ લુહાર (રાજકોટ), શૈલેન રાવલ (વાંકાનેર), સંજય બાપોદરિયા, ભાવેશ જેતપરિયા, રામ વારોતરિયા  ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય કે. આર. દંગીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્મૃતિ ભેટ સ્વરૂપે પુસ્તક અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવેલ.

 

અકાદમીની વિવિધ પ્રવૃતિઓ વિશે ભૂમિકા બાંધી કાવ્ય પાઠની શરૂઆત થઈ હતી. કવિગણે આગાવી શૈલીમાં પોતાની રચનાઓ રજૂ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓને તથા મોરબીના સાહિત્ય રસિકોને રસતરબોળ કર્યા હતા. કવિગણે બે સત્રમાં પોતાના શેર, મુક્તક, ગીત અને ગઝલ જેવી કૃતિઓ રજૂ કરી ભાવકોને ભાવવિભોર કરી દીધેલ. અધ્યક્ષીય પ્રવચનમાં શ્રી નીતિન વડગામએ આવા ઉત્તમ કાર્યક્રમ માટે સૌને શુભકામનાઓ પાઠવેલ. તેમણે પણ ગઝલ રજૂ કરી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ. કવિતાબા ઝાલાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે જેહમત ઉઠાવેલ.

 

Leave A Reply

Your email address will not be published.