

વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજનો ભવ્ય ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવ્યા બાદ આજે નાચતા ગાતા વિસર્જન યાત્રા યોજી ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી સાંજ સુધીમાં ૩૦૦ થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે અને મોડી રાત્રી સુધી વિસર્જન ચાલુ રહેશે
૧૦ દિવસ સુધી સવાર સાંજ આરતી ઉપરાંત વિવિધ કાર્યક્રમોની ઉજવણી સાથે ગણેશ મહોત્સવ ઉજવ્યા બાદ આજે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી મોરબી શહેરમાં ૧૦ જેટલા મોટા ગણેશ મહોત્સવ આયોજન ઉપરાંત શેરીએ ગલીએ આયોજિત ગણપતિ બાપાની વિસર્જન યાત્રા હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે નાચતા ઝૂમતા ગણેશ વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી મહાપાલિકા તંત્ર દ્વારા એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને શનાળા રોડ પર સ્કાય મોલ પાસે એમ ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન સેન્ટર કાર્યરત છે જ્યાં ભક્તો બાપાની મૂર્તિ આપી જાય છે અને વાહન દ્વારા તેને લીલાપરથી વીરપર જતા રોડ પર આવેલ ખાણ નક્કી કરવામાં આવી છે જે વિસર્જન સ્થળે ચુસ્ત બંદોબસ્ત સાથે સલામતીપૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે
મોરબી ફાયર ઓફિસર અને ફાયર ટીમના ૪૦ થી વધુ જવાનો, પોલીસ જવાનો અને મહાપાલિકા ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે આજે સાંજ સુધીમાં ૩૦૦ થી વધુ મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ફાયર ટીમ દ્વારા જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે સલામતી માટે બોટ, સેફટીના સાધનો અને ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને ભક્તોને દુરથી જ વિસર્જન જોવાનો લ્હાવો આપવામાં આવી રહ્યો છે


